Revenue

આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો

"આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો" – એ સત્તાના વિકેન્દ્રીકરણને મૂર્તિમંત કરતું અગત્યનું સોપાન છે. આ અભિગમ દ્વારા રાજ્યમાં વસતા છેવાડાના માનવી સુધી ઝડપથી અને નિવાસથી નજીકના નજીક એવા સ્થળે સેવા પૂરી પાડવાનો પ્રયાસ છે. તદઉપરાંત તાલુકા કક્ષાએ જ આયોજન અને અમલીકરણ તેમજ વહીવટી પ્રક્રિયાને વિશેષ ગતિશીલ, અસરકારક, પરિણામલક્ષી, સરળ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવાનો છે, પ્રજાના તમામ પ્રશ્નો અંગે તાલુકા કક્ષાએ જ રજૂઆત, વિચારણા અને તેના નિરાકરણની સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાનો છે.

પ્રજાના રોજબરોજના વ્યવહારો અને તેમાંય, ખાસ કરીને તેની સગવડ તેમજ સુખાકારીને સ્પર્શતી બાબતોના પ્રશ્ને રજૂઆતનો, તાલુકા કક્ષાએ જ સમયમર્યાદામાં નિકાલ થાય તેવા સુદૃઢ વહીવટી માળખાની રચના કરવાનો આશય છે.

તાલુકા ટીમને વધુ સક્રિય, સબળ અને સુગઠીત બનાવવાની છે. તેની સાથે જ તાલુકાની સામાજિક, ભૌગોલિક તથા આર્થિક પરિસ્થિતિ મુજબ જ તેની ક્ષમતા, નબળાઇઓ તથા તકો ધ્યાને લઇને, સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસની થીમને આવરી લઇને તાલુકા વિકાસ પ્લાન બનાવવાનો અને તાલુકાના વિકાસને સથવારે રાજ્યના વિકાસના સુઆયોજનનો પથ નિશ્ચિત કરવાનો છે.

તાલુકાને સશક્ત કરવા માટે જિલ્લા ટીમની જેમ તાલુકાની સક્ષમ ટીમનું નિર્માણ કરવાની અને તાલુકો વિકાસની દીવાદાંડી (Catalyst) બને તેમજ સારા વહીવટ માટે તાલુકા કક્ષાએ ઝુંબેશોનું સંસ્થાકીયકરણ થાય તે હેતુથી "Maximum Governance Minimum Government" ( ATVT Portal) ના સિધ્ધાંતને અનુરૂપ "આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો" નો અભિગમ અમલી બનાવેલ છે.

 

Subjects

Visitors : 3555653
Last update Sep 20 2017
Share thisFacebookTweet