કાર્યક્રમો અને યોજનાઓ

મુખ્યમંત્રી રાહત ફંડ

  • માન. મુખ્ય મંત્રીશ્રીના રાહત ફંડ નીચે મળતા દાનના સ્વીકાર કરવા બાબત
  • રાજયમાં/રાજય બહાર બનતા અકસ્માત અંગે ચૂકવવાની સહાય બાબત
  • આનુષંગિક તમામ કામગીરી

Read More

 

લેન્ડ રેકર્ડ કોમ્પયુટરાઈઝેશન અને ઈ-ધરા કેન્દ્ર

રાજય સરકારે હકકપત્રકમાં ફેરફાર કરવા સંબંધી તેમજ ૭/૧ર અને ૮-અ ની કોમ્યુટરાઈઝડ કામગીરી તાલુકા મથકના ઈ-ધરા કેન્દ્રા પર કરવાની અમલવારી કરી છે. ઈ-ધરા કોમ્યુટરાઈઝડ લેન્ડ રેકર્ડ વ્યવસ્થાપન પદ્ધતિ અમલમાં મૂકતાં લેન્ડ રેકર્ડ અને હકકપત્રક સબંધી પ્રવર્તમાન કામગીરીમાં પરિવર્તન થાય છે. નવી પદ્ધતિમાં પણ પ્રજાકીય સંપર્ક અને પરામર્શની અગત્યતા અને વિવિધ અધિકારીઓ જેવા કે તલાટી, ડેટા ઓપરેટર, નોંધ નિકાલ કરનાર સક્ષમ અધિકારી, ઈ-ધરા નાયબ મામલતદાર, મામલતદાર, પ્રાંત અધિકારી, નોડલ ઓફિસર વિગેરેની ભૂમિકા તેટલી જ મહત્વની રહે છે.

Read More

 

ATVT

"આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો" – એ સત્તાના વિકેન્દ્રીકરણને મૂર્તિમંત કરતું અગત્યનું સોપાન છે. આ અભિગમ દ્વારા રાજ્યમાં વસતા છેવાડાના માનવી સુધી ઝડપથી અને નિવાસથી નજીકના નજીક એવા સ્થળે સેવા પૂરી પાડવાનો પ્રયાસ છે. તદઉપરાંત તાલુકા કક્ષાએ જ આયોજન અને અમલીકરણ તેમજ વહીવટી પ્રક્રિયાને વિશેષ ગતિશીલ, અસરકારક, પરિણામલક્ષી, સરળ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવાનો છે, પ્રજાના તમામ પ્રશ્નો અંગે તાલુકા કક્ષાએ જ રજૂઆત, વિચારણા અને તેના નિરાકરણની સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાનો છે.

Read More

revenueb

મુલાકાતીઓ : 9073351
છેલ્લે થયેલ સુધારો : જૂન 29 2022